Financial Planning, Will

પરિવારજનોના મૃત્યુ પછી તેમના રોકાણની નથી જાણકારી? તો આવી રીતે જાણો


કોરોનની બીજી લહેરમાં અનેક પરિવારો એ પોતાના પ્રિયજનને ગુમાવ્યા છે.આ મુશ્કેલી માં કોઈ ને તૈયારી નો સમય જ નથી આપ્યો.અનેક પરિવારો ને એટલી મુશ્કેલી માંથી પસાર થવું પડી રહ્યું છે કેમ કે પરિવાર ના મુખ્ય કમાનાર સભ્યનું મૃત્યુ થઇ ગયું છે અને તેઓ ને તેમના જીવનકાળ માં પરિવાર ના સભ્યોને પોતાના બેંક ખાતા અને રોકાણની જાણકારી નથી આપી. જો તમારા અથવા તમારા જાણીતા કોઈ આવી મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે તો આ લેખ તમારા માટે જ છે. અમે એ બતાવવા જણાવી રહ્યા છે કે કઈ રીતે મૃત્યુ થનાર વ્યક્તિના રોકાણ ની તપાસ કરી શકાય છે.

  1. આયકર રીટર્ન :
    જો મૃત્યુ થનાર વ્યક્તિના આવકવેરા રીટર્ન ભરતા હતા તો તેમાં તેના દરેક બેંક ખાતા ની જાણકારી મળી શકે છે. કેમ કે આવકવેરા રીટર્ન માં દરેક ખાતાની જાણકારી આપવી ફરજીયાત છે. સાથે જ જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમના આવકવેરા રીટર્નની ફાઈલ જોતા હતા, તેઓ મૃત્યુ પામનાર નો વીમો, મ્યુચ્યુઅલ ફંડ, ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટ અન્ય રોકાણ ની જાણકારી મળી શકે છે.
  2. પગારદાર ના બાબતમાં:
    જો મૃત્યુ થનાર વ્યક્તિ પગારદાર કર્મચારી હતા અને તેમનો ટીડીએસ કપાતો હોઈ તો તેની પાસે પણ દરેક ટેક્સ સેવિંગ રોકાણની જાણકારી હશે. ટીડીએસ ની યોગ્ય તપાસ માટે નોકરીદાર ને ઇન્વેસ્ટમેન્ટ ડેકલેરેશન આપવું પડે છે. અલગ-અલગ કંપનીઓ દ્વારા કર્મચારીઓ માટે ગ્રુપ વીમો કર્યો હોઈ છે. એવામાં કંપનીના HR ડિપાર્ટમેન્ટમાં વીમા ક્લેમ માટે વાત કરી શકાય છે.
  3. બેંક ખાતા એન્ડ એફડી:
    મૃત્યુ થનાર વ્યક્તિના કેટલી બેંક માં ખાતા હતા? તે આ બાબતની જાણકારી નથી, તો બેંક સાથે જોડાયેલા દસ્તાવેજ જેમ કે ચેકબુક, પાસબુક, મોબાઈલ બેંક એપ્લિકેશન, બેંક થી એસએમએસ અથવા ઇમેઇલ તપાસો. ઉપરોક્ત માંથી કંઈપણ મળે છે તો સબંધિત બેંક જઈ આધાર નંબર અથવા પાન નંબર દ્વારા તે બેંકની પાસે દરેક ખાતાની જાણકારી મળી શકે છે.
  4. બેંક સ્ટેટમેન્ટ મદદ:
    મયુટ્યૂ થનાર વ્યક્તિના ઓછામાં ઓછા ગત 2-3 વર્ષના બેંક સ્ટેટમેન્ટ ની બારીકી તપાસ કરવા પર પણ ઘણા રોકાણની જાણકારી મળી શકે છે.જેમ કે, જો પ્રતિ માસ અથવા ત્રણ માસ માં ખાતાથી કોઈ રકમ સમાન રૂપમાંથી કપાઈ રહી છે તો તે કોઈ રોકાણ પ્લાન હોઈ શકે છે. સામાન્ય વીમા, મ્યુચ્યુઅલ ફંડ SPI , લોન ની રકમની ચુકવણી બેંક ખાતામાંથી કરવામાં આવે છે.
  5. મ્યુચ્યુઅલ ફંડ :
    ભારતમાં કેમ્સ તથા કારવી બે મ્યુચ્યુઅલ ફંડ ના રજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્ફર એજન્ટ્સ છે. તે રોકાણકારોના રોકાણ નો તમામવિગતો રાખે છે. તેમની પાસે પણ દરેક કંપનીઓના મ્યુચ્યુઅલ ફંડ રોકાણ ની કિંમત, યુનિટ્સ અને તેમની સાથે જોડાયેલ દરેક જાણકારી મળી જાય તો તેમના રિડમ્પશન કરવું ઘણું સરળ થઇ જાય.
  6. શેર PPF :
    CDSL તથા NSDL શેર ટ્રેડિંગ એકાઉન્ટ માટે મુખ્ય ડિપોઝિટરી છે તેમના સંપર્ક કરી ડીમેટ એકાઉન્ટની જાણકારી માંગી શકાય છે. પોસ્ટ ઓફિસ રોકાણ માટે વ્યક્તિગત રૂપમાં પરિચય પત્ર, આધાર એન્ડ પાન અન્ય લઇ નજીકના પોસ્ટ ઓફિસમાં જવું પડશે. ફિનેકલ પર સર્ચ દરેક પોસ્ટઓફિસમાં રોકાણની જાણકારી મેળવી શકાય છે.

For any financial advice contact us : mega@megafina.in

By Kirti joshi By Divya Bhaskar
Published June 2, 2021

Related Posts