નાણાકીય સબક જે કોવિડ આપી ગયું
તમારા પ્રિયજનોની સાથે પણ એવું ન થાય, એટલા માટે આ પગલાં જરૂર ઉઠાવો
પરિવારોને જાણકારી આપો
વધુમાં વધુ લોકોની પાસે બચત ખાતા, ડિપોઝિટ, લોકર, ક્રેડિટ કાર્ડ, પ્રોવિડંડ ફંડ, લોન અન્ય હોઈ છે. તમારા જીવનસાથી, બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન, અથવા અન્ય કોઈ ભરોસાપાત્ર સંબંધી અથવા મિત્રને આ ખાતાની જાણકારી આપો.
નોમિની જરૂર કરો
સુનિશ્ચિત કરો કે તમારા બેંક ખાતા અને અન્ય રોકાણમાં નોમિનેશન થયું છે. નોમિનેશન પોતાના જીવનસાથી, બાળકો, માતા-પિતા અથવા ભાઈ-બહેન હોય શકે છે. જો આ વિકલ્પ ન હોય તો કોઈ પણ નોમિની બનાવી શકો છો.
તમારું વસિયત બનાવો
વસિયત તમારી ઉપસ્થિતી ન હોય ત્યારે તમારી સંપત્તિની ફાળવણી કાનૂન રીતે થાય છે. જો તમારા ખાતામાં નોમિની નથી તો વસિયતમાં પણ દરેક વારસદારોની મદદ કરશે.